અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં આજે ગુરુવારે પણ સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. ઓછી સંખ્યામાં સાધકો અહીં જોવા મળ્યાં છે. આસારામને સજા જાહેર થયા પછી અને નારાયણ સાંઈ સામે પણ દુષ્કર્મના મામલા પછી મોટેરાઆશ્રમની બહાર વાતાવરણ સૂમસામ જોવા મળ્યું હતું. પોલીસ જવાનો હજુ તૈનાત છે. બહારગામથી આવનારા સાધકોની સંખ્યા એકદમથી ઘટી ગયેલી જોવા મળી રહી છે.