વડાપ્રધાન મોદી હાલમાં રાજસ્થાન પ્રવાસે છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આજે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા મોટી ભેટ આપી છે. તેમણે 24,000 કરોડ રુપિયાથી વધારેના પ્રોજેક્ટ્સની આધારશિલા મૂકી છે. આજે વડાપ્રધાન મોદીએ (PM MODI) ભાષણ દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથે પણ લીધા હતા. તેમણે કહ્યું કે – રાજસ્થાનને પરિવારવાદ નહીં, વિકાસવાદની જરુર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો એક જ અર્થ છે – લૂંટની દુકાન, જુઠ્ઠાણાનું બજાર. તેમણે કહ્યું કે જે રાજ્યોએ ડબલ એન્જિન પસંદ કર્યું છે, તે રાજ્યો ઘણો વિકાસ કરી રહ્યા છે. સરકાર એકબીજા સાથે લડી રહી છે. દરેક જણ એકબીજાના પગ ખેંચી રહ્યા છે. તમારા જૂથને મજબૂત કરવા માટે સોદાબાજી કરવામાં આવી રહી છે