કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે બુધવારે એવું જણાવ્યું કે જે લોકો પીએમ મોદીને ફાધર ઓફ ઇન્ડિયા તરીકે સ્વીકાર ન કરી શકે, તેઓ પોતાની જાતને ભારતીય ન કહી શકે. જિતેન્દ્રસિંહે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પીએમ મોદી પર ફાધર ઓફ ઇન્ડિયાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું કે વિદેશમાં રહેતા લોકો આજે ભારતીય હોવા પર ગર્વ અનુભવે છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે વડા પ્રધાન મોદીનાં વ્યક્તિત્વ અને તેમના વ્યવહારથી દેશનું સન્માન વધી રહ્યું છે.