કચ્છ જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે અમલ ઈન્ડિયા ટીમ દ્વારા અંજાર, ગાંધીધામ, આદિપુર, ભુજમાં ચાલતા અનોખા અભિયાનને અંજાર રિક્ષા અને છકડા એસોસિયેશનનો સહકાર સાંપડયો હતો. અમલ ઈન્ડિયા ટીમ દ્વારા અવાજ પ્રદૂષણ અટકાવવાના ઉદેશ સાથે દર રવિવારે નો હોર્ન મૂવમેન્ટ ચલાવવામાં આવે છે. અંજારમાં યોજાયેલા કાર્યક્રમમાં અંજાર રિક્ષા અને છકડા એસોસિયેશન પણ જોડાયું હતું.