માર્ગ અકસ્માત અટકાવવા અને હોર્નથી થતાં ધ્વનિ પ્રદૂષણ સામે જાગૃતિ લાવવા માટે અમદાવાદ શહેરમાં રવિવારે એક ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવિ સંસ્થાઓના સહકારથી આ રેલી યોજાઈ રહી છે. જેમાં 100થી વધુ મોટરસાઇકલ અને 50થી વધુ કાર જોડાશે. જરુર ના હોય તો હોર્ન વગાડીને ઘોંઘાટ નહીં કરવા નાગરિકોને સંદેશો આપવામાં આવશે.