નોઇડામાં હવે હેલ્મેટ વગર ટુ વ્હિલરમાં પેટ્રોલ ભરાવી શકશો નહીં. સુરક્ષાને ધ્યાનમાં લઇ વહીવટી તંત્રએ આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે. જે અંતર્ગત ટુ વ્હિલર વાહનોને હેલમેટ વગર પેટ્રોલપંપ પર પેટ્રોલ નહીં મળે, જિલ્લા વહીવટી તંત્રએ 1 જુનથી આ નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે.
જિલ્લા અધિકારીએ પણ જણાવ્યું હતું કે હેલમેટ પહેરવાને લઇને જનપદમાં 5 દિવસનું જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં રોડ અકસ્માત વિશે લોકોને જણાવવામાં આવશે અને હેલમેટ પહેરવાના ફાયદા વિશે માહિતગાર કરવામાં આવશે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ મૃત્યુ હેલમેટ પહેર્યા વિના મુસાફરી કરતા લોકોના થાય છે.
મહત્વનું છે કે, મોટર વ્હિકલ અધિનિયમ હેઠળ ટૂ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે હેલમેટ પહેરવું જરૂરી છે. ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલમેટ ન પહેરવુંએ આઇપીસી કલમ 188 હેઠળ એક ગુનો છે અને આ કલમનું ઉલ્લંઘન કરવા પર 6 મહિના સુધી કેદની કેદ થઇ શકે છે.