હિંડનબર્ગ કેસના વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અદાણી સામે વધુ કોઈ તપાસની જરુર નથી. તેના પરના છેતરપિંડીના આરોપોની સીબીઆઇ કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) પાસેથી તપાસ કરાવવાની કોઈ જરુરિયાત નથી. તેની સાથે સેબી આગામી ત્રણ મહિનામાં અદાણી સામે ચાલતી તપાસ પૂરી કરી રિપોર્ટ આપે તેમ જણાવ્યું હતું.