પોન્ડીચેરીનાં એલજી કિરણ બેદીએ એક નવો આદેશ બહાર પાડ્યો છે. તેમણે જણાવ્યું છે કે જે ગામમાં ખુલ્લામાં શૌચ બંધ થશે અને પ્લાસ્ટીક સહિતનો કચરો જાહેરમાં નહીં હોય, સ્વચ્છતા હોવાનું પ્રમાણપત્ર હશે તે ગામવાસીઓને જ મફત ચોખા યોજનાનો લાભ મળી શકશે. તેમનાં આ નવા આદેશથી વિવાદ પણ સર્જાયો છે. ગ્રામવાસીઓએ આ અંગે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળે છે.