વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટર લગાવાયા છે કે નાગરિકોએ બોક્સર એટલે કે ચડ્ડા પહેરીને પોલીસ સ્ટેશનમાં આવવું નહીં. આ અંગે પીએસઆઈ વી.પી.ખેરે માધ્યમોને જણાવ્યું કે આવા પુરુષો અસભ્ય રીતે બેસે છે, જેથી મહિલા પોલીસ સંકોચ અનુભવે છે. નાગરિકોમાં મૂંઝવણ છે કે રસ્તામાં કંઇક ઘટના બને તો પહેલા પૂરા કપડાં પહેરવા ઘરે જવું કે ફરિયાદ કરવા જવું.