સીબીઆઈ એ હવે મહારાષ્ટ્ર માં કોઈ પણ કેસની તપાસ પહેલા રાજ્ય સરકાર પાસે મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકારે તપાસ માટે સીબીઆઈને આપેલી સામાન્ય સહમતિ પાછી લઈ લીધી છે. જેના કારણે હવે મહારાષ્ટ્રમાં દરેક કેસની તપાસ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજ્ય પાસેથી મંજૂરી લેવી પડશે. ઉદ્ધવ ઠાકરે સરકારના આ પગલાંથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણ વધવાની આશંકા છે.
મહારાષ્ટ્ર સરકારે દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના સભ્યોને એક કાયદા હેઠળ રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગની સહમતિને પાછી ખેંચવા સંબંધિત આદેશ બુધવારે બહાર પાડ્યો. ત્યારબાદ સીબીઆઈને હવે રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગ માટે સામાન્ય સહમતિ નહીં રહે. જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા 22 ફેબ્રુઆરી 1989ના રોજ બહાર પાડવામાં આવેલા એક આદેશ હેઠળ અપાઈ હતી. આથી હવે કોઈ પણ કેસની તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.