દેશમાં કોરોનાની સ્થિતિ વકરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે લગભગ ચાર કલાક સુધી મંથન કર્યું હતું. આ બેઠકમાં કોરોનાની વિકરાળ સ્થિતિ અને રસીકરણ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને કહ્યું કે દેશમં કોરોનાની બીજી લહેર વધુ ભયાનક છે અને તેણે પેહલી લહેરની પીકને વટાવી દીધી છે છતાં લૉકડાઉનની જરૂર નથી. બીજીબાજુ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૨૭ લાખ કેસ નોંધાયા હતા અને વધુ ૬૮૫નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ કેસ ૧.૨૯ કરોડને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક ૧.૬૭ લાખની નજીક પહોંચી ગયો છે.
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત પડકારજનક બની ગઈ છે. રાજ્ય સરકારોએ ગવર્નન્સ પર ભાર મૂકવો પડશે. આ વખતે લોકો પહેલા કરતાં વધુ બેદરકાર બની ગયા છે. આપણે ફરીથી યુદ્ધ સ્તર પર કામ કરવું પડશે. નાઈટ કરફ્યૂને આખી દુનિયાએ સ્વીકારી લીધો છે. આપણે નાઈટ કરફ્યૂને કોરોના કરફ્યૂ નામથી યાદ રાખવો જોઈએ. કોરોનાને અટકાવવા માટે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર પણ ફોકસ કરવાની જરૂર છે. આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે બધા જ ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો રસી પણ છે.
પીએમ મોદીએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓને ૧૧ એપ્રિલથી ૧૪મી એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ ઊજવવો જોઈએ. આ દિવસોમાં વધુમાં વધુ લોકોને રસી અપાય તેવા પ્રયાસો થવા જોઈએ. આ ઉપરાંત આપણે ટેસ્ટિંગ પર વધુ ભાર મૂકવો પડશે. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવું પડશે. આપણે ગમે તેમ કરીને પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે લાવવો પડશે. રાજ્યોએ ૭૦ ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય રાખવું જોઈએ. કોરોનાને હરાવવાનો રસ્તો વધુ ટેસ્ટિંગ છે. રસીકરણ પછી પણ આપણે કડકાઈ રાખવી જરૂરી છે. કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતાં લોકોએ ટેસ્ટિંગ જરૂર કરાવવું જોઈએ.