ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ પોતાનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે. પંજાબમાં મળેલી ભારે મોટી સફળતા બાદ ઉત્સાહમાં આવી ગયેલી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં સક્રિયતા દાખવી રહ્યા છે. બીજી બાજુ ભાજપ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાતની મુલાકાત લઈને લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.