ગુજરાતની મોટાભાગની બેંકોમાં આરબીઆઇ તરફથી કેશનો ઓછો ફ્લો અને રજા આવી જતાં મોટાભાગના એટીએમ સેન્ટર કેશ લોડ વગર રહી ગયા હતા. પરિણામે રવિવારે મોટાભાગના એટીએમ પર ‘નો કેશ’ના પાટીયા ઝુલતા જોવા મળ્યા હતા. મોટાભાગના લોકો એક એટીએમથી બીજા એટીએમ તરફ કેશ માટે દોડભાગ કરતા નજરે પડતા હતા.