રશિયાનાં બંધારણમાં એક એવું બિલ પાસ કરવામાં આવ્યું છે જેના હેઠળ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેના પરિવાર ઉપર સત્તા ઉપરથી ઉતર્યાબાદ પણ એકેય કેસ નોંધાઈ શકશે નહીં. રશિયાના તમામ રાજનેતાઓએ આ બીલનું સમર્થન કર્યું છે. સ્થાનિક મીડિયાનાં અહેવાલ આ બિલ બંને ગૃહોમાં સરળતાથી પાસ થયું છે. કારણકે પુતિનના સમર્થકોએ રશિયાના બંને ગૃહોમાંથી સમર્થન પ્રાપ્ત કર્યું છે. પૂર્વ રશિયાઈ રાષ્ટ્રપતિઓને કોઈ પણ અપરાધ સામે આજીવન સુરક્ષા ઉપલબ્ધ કરાવતા બિલ ઉપર મંગળવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રશિયામાં પાસ થયેલ બિલ એ સંવિધાનનો ભાગ છે જેમાં આ વર્ષે જુલાઈમાં એક જનમત સંગ્રહમાં સહમતી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પુતિન ૨૦૩૬ સુધી રાષ્ટ્રપતિ પદ ઉપર રહેશે. આ બિલને મંગળવારે ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને તેના પારિવારને આજીવન કોઈ પણ ગુન્હા માટે સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.