દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે નાગરિકતા કાયદા (CAA)ને 10 જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે બિન-ભાજપ શાસિત રાજ્યો પહેલેથી જ CAA રાજ્યમાં લાગુ ન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે, એવામાં મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે પણ રાજ્યમાં CAA લાગુ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને રાજ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે CAAને લઇને કહ્યું કે અમારી ભૂમિકા સ્પષ્ટ છે, અમે આ કાયદો રાજ્યમાં લાગુ નહીં કરીએ.