કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે ભારતીય લશ્કરના જવાનો માટે બુલેટપ્રૂફ ટ્રક સુદ્ધાં નથી અને વડા પ્રધાન માટે 8,400 કરોડનું વિમાન ખરીદવામાં આવે છે.
પોતાના વિધાનની સાર્થકતા પુરવાર કરતાં રાહુલે એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી હતી જેમાં લશ્કરી ટ્રકમાં બેઠેલા બે જવાનો આપસમાં વાત કરી રહ્યા હતા કે આપણને નોન-બુલેટપ્રૂફ વાહનમાં મોકલીને આ લોકો આપણા જાન સાથે ખેલી રહ્યા છે... આ વિડિયો ક્લીપ સાથે રાહુલે લખ્યું હતું કે આપણા સીમાડા સાચવતા જવાનો માટે બુલેટપ્રૂફ ટ્રક સુદ્ધાં નથી અને વડા પ્રધાન માટે કરોડો રૂપિયાનું વિમાન ખરીદવામાં આવે છે.
બે દિવસ પહેલાં પણ રાહુલે ટ્વીટ કરી હતી કે વડા પ્રધાન માટે 8,400 કરોડનું વિમાન આવ્યું. આટલી રકમ દ્વારા સરહદો સાચવતા જવાનો માટે કંઇક ખરીદી શકાયું હોત. સરહદો પર તનાવ સર્જાયેલો છે. વિમાનની રકમમાંથઈ ત્રીસ લાખ ગરમ વસ્ત્રો, 60 લાખ જેકેટ્સ, 67 લાખ જોડી બૂટ, 16,80,000 ઓક્સિજન સિલિન્ડર. વડા પ્રધાનને માત્ર પોતાની ઇમેજની ચિંતા છે, દેશના જવાનોની નહીં.