દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે કેટલાક રાજ્યો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની AIIMSના ડિરેકટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે. ડૉકટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલા લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો કોરોનાની ચેઇન તોડવી હોય તો રાજ્યોએ ઓછામાં ઓછા 14 દિવસ માટે લોકડાઉન લગાવવું પડશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે 55 કલાક માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે મહારાષ્ટ્ર્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે પુણેમાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, AIIMSના ડાયરેક્ટરે આ નિવેદન SBI દ્વારાઆયોજિત ઇકોનોમિક કોન્ફરન્સમાં આપ્યું છે.