‘ન ઉંમર કી સીમા હો, ન જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન....’ એક અજીબ ઘટના એવી બની છે કે એક ૨૭ વર્ષની સ્વરૂપવાન યુવતીને 83 વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ થઇ ગયો છે. ઘણી વખત એવા અનેક દાખલા સામે આવ્યા છે પ્રેમ નાત, જાત, રંગ રૂપનો ભેદ રાખતો નથી. કોઈપણ વ્યક્તિ સાથે થઇ જાય છે, પ્રેમ કરનાર લોકો ઉંમરને પણ ધ્યાનમાં રાખતા નથી. પોતાના પ્રેમ પામવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવી જ ઘટના તાજેતરમાં ઈંડોનેશિયામાં બની છે. આ પ્રેમ કહાની વિશે સાંભળી હર કોઈ આશ્ચર્યમાં પડી રહ્યા છે.
આખી ઘટના એવી છે કે અહીં એક 27 વર્ષની યુવતીએ 83 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા છે. ખાસ વાત એ છે કે બંને કહે છે કે આ તેમનો પહેલો પ્રમે છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વૃદ્ધના સૌથી નાના દીકરાની ઉંમર પણ તેની પ્રેમિકા કરતાં વધારે છે. દુલ્હન નૂરેની કહે છે કે તેમને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. જ્યારે સુદિર્ગોને તો 2 પૌત્ર પણ છે. તેઓ બંને સ્વીકારે છે કે લોકો આ પ્રેમને સમજી શકશે નહીં પરંતુ તેઓ જાણે છે કે તે બંને એકબીજા માટે જ બન્યા છે.
આ લગ્ન માટે નૂરેનીના પરીવારના સભ્યોએ પણ પરવાનગી આપી હતી. પરંતુ સુદિર્ગોના બાળકોને આ લગ્નથી ચિંતા હતી. નૂરેનીના જણાવ્યાનુસાર તેના પતિના બાળકો હંમેશા તેને પ્રશ્ન પુછે છે કે તેણે પોતાના જેટલી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કેમ ન કર્યા. તેમના બાળકોએ પિતાના પ્રેમને જોઈ આ લગ્ન સ્વીકાર્યા છે. જો કે નૂરેનીના આ પહેલા લગ્ન છે. જ્યારે સુદિર્ગોએ ત્રણ લગ્ન કર્યા છે.