ગુજરાત વિધાનસભામાં સરકારે એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ડિસેમ્બર,૨૦૧૭ સુધીમાં સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ૩૧ કતલખાનાની ઓળખ કરી છે પણ હજુ સુધી કતલખાના ચલાવતાં કસાઇઓ સામે સરકારે જ કોઇ પગલાં લીધા નથી. ગાયોના નામે મતો માંગનાર ભાજપ સરકારે જ કસાઇઓ પ્રત્યે જાણે કુણુ વલણ દાખવ્યુ છે. ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં ય સરકાર રસ દાખવતી નથી.