પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન મળે. જો કે,UIDAI દ્વારા આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યા હતા. UIDAIએ મમતા બેનરજીના આરોપોનો જવાબ પણ આપ્યો છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સોમવારે જણાવ્યું હતું કે આધાર ડેટાબેઝ અપડેટ રાખવા માટે આધાર નંબર ધારકોને સમયે-સમયે સૂચનાઓ આપતી હોય છે, પરંતુ કોઈ નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આરોપો બાદ આવ્યું છે.