દિલ્હીમાં તબલિધી જમાતના નિઝામુદ્દિન મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના હજારો લોકો ભેગા થયા હતાં. જેમાંથી 1033 લોકો વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9નાં મોત થઈ ગયા છે. આ ધાર્મિક પ્રસંગમાં ગુજરાતના અનેક લોકો ગયા હોવાની જાણ થતા હાહાકાર મચ્યો છે. હાલ કેન્દ્ર સરકારે નિઝામુદ્દીન મરકજમાં ગયેલા લોકોમાંથી 1500 લોકો ગુજરાતમાં પ્રવેશ્યા હોવાનો ઘટસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજ નામના ધાર્મિક પ્રસંગમાંથી ગુજરાતમાં 1500 લોકો કોઈને ખબર પણ પડે નહીં તે રીતે ઘૂસ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર માહિતી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને એક યાદી મોકલી છે જેમાં ગુજરાતમાં પ્રવેશેલા 1500 લોકોના નામ હોઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માહિતીનો ઘટસ્ફોટ કરતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને તેમને તાબડતોડ નિર્ણય લેતા તમામ જિલ્લા કલેક્ટરોને આ યાદીના આધારે ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને શોધવા માટે આદેશ આપી દીધા છે.