હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવા કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ આજે આશ્રમમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ, પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. પ્રમોશનલ એક્ટિવિટી અંગે તપાસ કરવા માટે કબ્જે લેવામાં આ તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. તેમજ નિત્યાનંદ આશ્રમને જગ્યા ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ ડીપીએસ(હિરાપુર)ના પ્રિન્સિપાલ હિતેશ પુરી અને પુષ્પકસિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.