બિહારમાં ફરી એકવાર નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએની સરકારનો તખ્તો તૈયાર થઇ ગયો છે. રવિવારે પટનામાં મુખ્યમંત્રી નિવાસ ખાતે આયોજિત એનડીએના ૧૨૫ ધારાસભ્યોની બેઠકમાં જનતાદળ યુના અધ્યક્ષ નીતીશકુમારની સર્વસંમતિથી બિહાર એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી કરાઇ હતી.
બેઠકમાં કેન્દ્રીય નીરિક્ષક તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં હતાં. બેઠકમાં નક્કી કરાયા પ્રમાણે નીતિશ કુમાર સોમવારે સાંજે ૪:૩૦ કલાકે રાજભવન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. નીતીશકુમાર ૭મી વાર અને તેમાં પણ સતત ચોથીવાર બિહારના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. જદયુ વિધાનસભા પક્ષની બેઠકમાં જદયુના ધારાસભ્યોએ નીતીશની વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી કરી હતી.