નીતિશ કુમારે (Nitish Kumar) સાતમી વાર સીએમ (CM) પદના શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ (Governor) ફાગૂ ચૌહાણે તેમને શપથ ગ્રહણ કરાવ્યા. નીતિશ કુમારની સાથે 14 મંત્રીઓ (Ministers)એ પણ શપથ લીધા. આ તક પર ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) પણ હાજર રહ્યા. નીતિશ કુમારની સાથે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. તો કૉંગ્રેસ અને આરજેડીએ શપથગ્રહણ સમારંભનો બહિષ્કાર કર્યો. નીતિશ કુમાર સાતમી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે. પહેલીવાર તેઓ 3 માર્ચ 2000ના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ બહુમત સાબિત ના કરી શકવાના કારણે ફક્ત 7 દિવસમાં જ તેમણે રાજીનામું આપવું પડ્યું.