બિહારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવી ગયો છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું આપી દીધુ છે. આ પહેલા નીતીશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે.