બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. રાજ્યની વર્તમાન સરકારનો કાર્યકાળ 22મી નવેમ્બર 2025 સુધીનો છે. ત્યારે આ વખતે બિહારમાં NDAનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે તે અંગે સર્વસંમતિ મળી છે. બિહારમાં નીતિશ કુમાર ફરી એકવાર NDAના મુખ્યમંત્રી ચહેરા બનશે, ભાજપ અને JDU આ અંગે સર્વસંમતિ પર પહોંચી ગયા છે.