નેશનલ રજીસ્ટર સિટીઝન (NRC), નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) વિરૂદ્ધ અને જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરાવ્યા બાદ હવે નીતિશ કુમારે બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો માંગ્યો છે. જેના કારણે બિહારમાં તેની સહયોગી પાર્ટી ભાજપની મુંઝવણ વધી શકે છે. નીતિશ કુમારે આ માંગ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પૂર્વીય ઝોન કમિટી (EZC)ની બેઠકમાં મૂકી હતી. આ અંગે નીતિશ કુમારે જણાવ્યું કે, બિહારને તેનો હક્ક મળવો જોઈએ. જેથી તે ઝડપથી પ્રગતિ કરી શકે.