બિહારની સ્પેશિયલ બ્રાન્ચનો એક આદેશ હાલ ચર્ચામાં છે. સ્પેશિયલ બ્રાન્ચની ઇન્ટેલિજન્સ વિંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેના સહયોગી સંગઠનોના રાજ્યના પદાધિકારીઓ અંગે જાણકારી મેળવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ સ્પેશિયલ બ્રાન્ચના તમામ ડેપ્યુટી સુપ્રિટેન્ડેટને જારી કરવામાં આવ્યો છે જેમાં તેમને સંગઠનોના પદાધિકારીઓના નામ અને સરનામાની જાણકારી મેળવવા માટે કહેવામાં આવ્યું છે.
સ્પેશિયલ બ્રાન્ચ તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં (RSS), વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ, હિન્દુ જાગરણ સમિતિ, ધર્મ જાગરણ સમન્વય સમિતિ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, હિન્દુ રાષ્ટ્ર સેના, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, શિક્ષા ભારતી, દુર્ગા વાહિની, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય ખેડૂત સંઘ, ભારતીય મજૂર સંઘ, ભારતીય રેલવે સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય શિક્ષક મહાસંઘ, હિન્દુ મહાસભા, હિન્દુ યુવા વાહિની, હિન્દુ પુત્ર સંગઠનના પદાધિકારીઓના નામ અને સરનામા માંગ્યાં છે.
સંવેદનશીલ મામલાઓની જાણકારી આપતું આ ગુપ્તચર યુનિટ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને રિપોર્ટ કરે છે. જણાવી દઈએ કે આ આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણના બે દિવસ પહેલાં SP દ્વારા જારી થયો હતો.