બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પગલે ભારે હોબાળો થયો હતો. હવે આ વિવાદ વચ્ચે તેમણે પોતાના નિવેદન પર માફી માંગી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી, જો કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે હવે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે 'મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, 'જો મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું.
બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર નીતિશ કુમાર બોલી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જો છોકરી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે. તેમણે કહ્યું હતું કે 'જ્યારે છોકરી અને છોકરાના લગ્ન થાય છે ત્યારે પુરુષ દરરોજ રાત્રે કરે છે એમાં વધુ બાળકો પેદા થઈ જાય છે