ભાજપને મોટો પડકાર આપવાના તમામ વિપક્ષી દળો એક થવાની કવાયતમાં લાગી ગયા છે. આ કવાયત હેઠળ વિપક્ષી દળોની આગામી બેઠક 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાવાની છે. એવું મનાઈ રહ્યું છે કે, આ બેઠકમાં વિપક્ષના લગભગ 24 પક્ષો ભાગ લેવાના છે. જનતા દળ-યુનાઈટેડના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારના મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બેંગલુરુમાં 17 અને 18 જુલાઈએ યોજાનારી બીજી સંયુક્ત વિપક્ષની બેઠકમાં ભાગ લેશે.