બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતીશકુમાર પહેલા ધ્વનિ મતથી અને પછી મતદાન દ્વારા પણ ૧૨૯ મત મેળવી પાસ થઈ ગયા છે. મતદાન પૂર્વે નીતીશકુમાર વકતવ્ય આપવા ઉભા થતાં જ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ સભાત્યાગ કર્યો હતો. પાર્ટીઓની ગણતરી પ્રમાણે નીતીશને ૧૨૮ મત જ મળવા જોઈએ પરંતુ તેઓને ૧૨૯ મત મળતા તેથી સ્પષ્ટ થઈ જાય છે કે, ક્રોસ વોટિંગ જ થયું હશે. જ્યારે આરજેડીના ૩ વિધાયકો ચેતન આનંદ, પ્રહલાદ યાદવ અને નીલમ દેવી નીતિશના સમર્થનમાં ચાલ્યા ગયા હતા