પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ પૂર્ણ થતા આજે (સોમવારે) ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 108 અને ખિલખિલાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ નીતિન પટેલે પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસને યાદ કરતા હળવી શૈલીમાં કહ્યુ હતુ કે, પીએમને હવે ભારત નાનું પડે છે. તેઓ હવે શક્તિશાળી મિત્રો બનાવી રહ્યા છે. મિત્રો જ શક્તિશાળી હોય તો દુશ્મનો સામે લડવામાં કામ લાગે છે.