શનિવારે નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં નાગપુરમાં એક તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ હતુ. જેમાં હજારો લોકો જોડાયા હતા. RSS અને ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતુ કે, ભાજપ મુસ્લિમોના વિરોધમાં નથી, કેટલીક વિપક્ષી પાર્ટીઓ આ કાયદાને લઈને મુસ્લિમોમાં ડર ઉભો કરી રહી છે. તેમણે ગાંધીજીની વાતનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, જ્યારે પણ પાકિસ્તાનમાં રહેતા લઘુમતી એટલે કે હિન્દુ, જૈન, શીખ અને બૌધ્ધને જરુર હશે ત્યારે ભારત આશ્રય આપશે.