કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશભરના ટોલ નાકાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2 વર્ષમાં દેશને ટોલ નાકા મુક્ત કરી દેવામાં આવશે. તેનાથી દેશભરમાં વાહન કોઈ વિઘ્ન વગર ગમે ત્યાં જઈ શકશે.
એસોચૈમના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ કે, રશિયા સરકારની મદદથી જલદી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ને પણ અંતિમ રૂપ આપી દેવામાં આવશે. આમ થતાં 2 વર્ષમાં ભારત ટોલ મુક્ત થઈ જશે.
આ રીતે વસૂલ કરવામાં આવશે ચાર્જ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'ત્યારબાદ પૈસા બેન્ક ખાતાથી સીધા ડિડક્ટ કરી દેવામાં આવશે. આ પૈસા વાહનના મૂવમેન્ટના આધાર પર લેવામાં આવશે. હાલ બધા કોમર્શિયલ વાહન વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની સાથે આવી રહ્યાં છે, તો જૂના વાહનોમાં જીપીએસ ઇન્સ્ટોલ કરવા માટે સરકાર કોઈ યોજના લઈને આવશે.'