કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ સારવારની જાહેરાત કરી છે. ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે, અકસ્માતના 24 કલાકમાં પોલીસને જાણ કરવી પડશે. આ યોજના સાત દિવસ સુધી અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીના તબીબી ખર્ચને આવરી લેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હિટ એન્ડ રન કેસમાં મૃત્યુના કિસ્સામાં પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સરકારે આસામ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પુડુચેરીમાં આ યોજનાનો પ્રયોગ કર્યો હતો. મળતી માહિતી મુજબ, સરકાર મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટને સંસદના આગામી સત્રમાં રજૂ કરશે, ત્યારબાદ માર્ચથી તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.