પંજાબ નેશનલ બેન્ક માટે શનિવારે સારા સમાચાર આવ્યા છે. ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ (ડીઆરટી)એ પોતાના અંતિમ આદેશમાં નીરવ મોદી અને તેની કંપનીઓને પીએનબી તેમ જ બેન્ક સમૂહોને વ્યાજ સહિત રૂપિયા ૭,૨૦૦ કરોડ ચૂકવી દેવાના આદેશ કર્યા છે. પીએનબી તે પ્રથમ બેન્ક હતી કે જેણે ગયા વર્ષે જુલાઈમાં ડીઆરટીનો સંપર્ક કર્યો હતો. પીએનબીએ નીરવ મોદી પાસેથી પોતાની રૂપિયા ૭,૦૦૦ કરોડની વસૂલાતના મુદ્દે રજૂઆત કરી હતી. તે પછી બાકીની બેન્કસે રૂપિયા ૨૦૦ કરોડની વસૂલાત માટે અલગથી અરજી કરી હતી.ડીઆરટીએ હવે રિકવરી પ્રમાણપત્ર જારી કરી દેતાં બેન્કના રિકવરી ઓફિસર નીરવની સંપત્તિ પર ટાંચ મૂકી શકે. પરંતુ નીરવ મોદીની મોટાભાગની સંપત્તિ ઈડી દ્વારા પહેલેથી જ જપ્ત થઈ ચૂકી છે તે સંજોગોમાં જોવું રહ્યું કે વસૂલાત અધિકારી હવે કયા પગલાં લે છે.