નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે એટલે કે આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ હશે. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. આ બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાતો કરાશે તેવી આશા છે. મોદી સરકારના આ અંતિમ બજેટમાં છેલ્લા દસ વર્ષની કામગીરીના ગુણગાન સાથે આગામી ચૂંટણી માટેના રાજકીય પગલાંનો પણ દિશાનિર્દેશ જોવા મળી શકે છે. તેની સાથે તેઓ બજેટ દ્વારા દેશને કઈ દિશામાં આગળ લઈ જવા માંગે છે તે સમજાવશે.