નિર્ભયાના ચારેય આરોપીઓની ફાંસી રોકવાના નિચલી અદાલતના આદેશને પડકારતી કેન્દ્ર સરકારની અરજી પર દિલ્હી હાઇકોર્ટે રવિવારે સુનવણી કરી હતી. જણાવી દઈએ કે, નિર્ભયાના આરોપીઓની ફાંસીની સજા પર દિલ્હી હાઇકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. હવે હાઇકોર્ટ તેના નિર્ણયમાં નક્કી કરશે કે ચારે આરોપીઓની ફાંસી પર જે અનિશ્ચિત સમય માટે રોક લાગી છે એની પર વિચાર કરવો કે નહી.