દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે નિર્ભયાના ચારે આરોપીઓનો ડેથ વોરન્ટ જારી કર્યું, જે મુજબ આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે. કોર્ટના નિર્ણય પછી નિર્ભયાની માતા આશા દેવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમની દિકરીના આરોપીઓને ફાંસી આપવાથી કાયદામાં મહિલાઓનો વિશ્વાસ કાયમ રહેશે. તેમણે જણાવ્યું કે અમે સાત વર્ષ સુધી સંઘર્ષ કર્યો, અમારી સાથે લોકોએ સંઘર્ષ કર્યો. હવે આશા છે કે અમારા સંઘર્ષનો હેતુ પૂર્ણ થશે. પરંતુ અન્ય બાળકીઓ માટે અમારો સંઘર્ષ યથાવત રહેશે.