રાષ્ટ્રપતિએ નિર્ભયા કેસના પવન ગુપ્તાની દયાની અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે આવતીકાલે સવારે 6 વાગે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયાની અરજી કરી હતી. જેને આજરોજ રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. જણાવી દઈએ કે, નવી દિલ્હીની પટિયાલાહાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યાના મામલા દોષિત અક્ષયની અરજી ફગાવી દીધી છે. અક્ષયે ફાંસીની તારીખ ટાળવાની માંગણી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે ચારેય દોષીઓનું 3 માર્ચે ડેથ વોરંટ ઇશ્યુ કરી દીધું છે.