નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત અક્ષય ઠાકુરે શનિવારે ફરીથી દયા અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અગાઉની અરજીમાં સુનાવણી દરમિયાન કેસ સંબંધિત તમામ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.
આ સિવાય શુક્રવારે નિર્ભયાના દોષી પવન કુમારે એક ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે, જેના પર સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બેંચ 2 માર્ચે સુનાવણી કરશે. પવનએ પોતાની અરજીમાં કહ્યું છે કે ઘટના સમયે તે સગીર હતો. આ કિસ્સામાં તેની સમીક્ષાની અરજી નામંજૂર કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, ન્યાયમૂર્તિ એન.વી. રમન્ના, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન ફાલી નરીમાન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સોમવારે સવારે 10:25 કલાકે આ અરજી પર સુનાવણી કરશે. નોંધનીય છે કે, ક્યુરેટિવ પિટિશનની સુનાવણી બંધ રૂમમાં થાય છે.