પંજાબ નેશનલ બેંકના ૧૧ હજાર કરોડના કૌભાંડમાં ભાગેડુ જાહેર થયેલા નીરવ મોદીના પ્રત્યાર્પણની ભારતની માગણી અંગે લંડન હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. નીરવ મોદીએ કાયકાદીય વિકલ્પ તરીકે સુપ્રીમમાં અરજીની માગ કરી હતી, જે હાઈકોર્ટે ફગાવી દેતા હવે નીરવ મોદી પાસે કોઈ જ કાયદાકીય વિકલ્પો બચ્યા નથી.
૨૦૧૮માં પંજાબ નેશનલ બેંકમાં ૧૧ હજાર કરોડનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. એમાં નીરવ મોદીને ભાગેડુ જાહેર કરાયા બાદ કેન્દ્ર સરકારે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરી હતી. લંડનમાં રહેતા નીરવ મોદીના પ્રત્યાર્પણની ભારતની અરજી સામે તેણે કોર્ટમાં અપીલ કરી હતી. લંડન હાઈકોર્ટમાં એની સુનાવણી થઈ હતી. અગાઉ કોર્ટે માનસિક સ્વાસ્થ્ય સહિતના મુદ્દે તેની અરજી ફગાવી દીધી હતી અને પ્રત્યાર્પણને માન્ય રાખ્યું હતું. ભારત વતી બ્રિટનની સીપીએસ એજન્સી કોર્ટમાં કેસ રજૂ કરી રહી છે.