રાજ્યના પાટનગરની નજીકમાં આવેલા રૂપાલ ગામે આસો સુદ વદના રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થાય છે. આ મહોત્સવ જગજાણીતો છે. જ્યાં અનેરી આસ્થાના દર્શન થાય છે. આશરે સાડા પાંચ હજાર વર્ષથી આ યાત્રા નિકળે છે અને આખી રાત ગામમાં ફર્યા બાદ સવારે નિજમંદીરે પહોંચે છે.
રૂપાલની વરદાયિની માતાની પલ્લીનાં દર્શન કરવા માટે 12 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ પલ્લી 10 ફૂટ ઊંચી અને 7.5 ફૂટ પહોળી હોય છે. માતાની પલ્લી મંદિરમાંથી નીકળીને ગામના 27 ચકલામાંથી પસાર થઈ હતી અને દરેક ચકલામાં પલ્લી પર ઘી રેડવામાં આવ્યું હતું. જેના કારણે ગામમાં ઘીની નદીઓ વહેવા લાગી હતી.