બનાસકાંઠા જિલ્લામાં થરાદ એસટી ડેપોમાં નવ રૂટ કોઈપણ આગોતરી જાણકારી આપ્યા વગર એકાએક બંધ કરતાં લોકો પરેશાન થઈ રહ્યાં છે. બંધ કરાયેલા રૂટ અંતરિયાળ વિસ્તારને સાંકળતા હોવાથી આ છેવાડાનાં લોકોને પરિવહન સુવિધા મળતી બંધ થઈ છે. નવ રૂટની બસ બંધ થતાં કર્મચારીઓ પણ બેકાર બન્યા હોવાના અહેવાલ છે. તંત્રના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.