ખેતીમાં નીલગાયના ત્રાસને લઈને રાજ્યના 3,400 ગામના સરપંચને તેની હત્યા માટેના ઓર્ડર અપાયા છે. 1962 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં નીલગાયની હત્યા માટે પરવાનગી જરૂરી ન હતી, પણ રક્ષિત પ્રાણી જાહેર કરાયા બાદ તેની હત્યાની મંજૂરી ફરજિયાત બની. 2015ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં નીલગાયનો આંકડો 1,86,770એ પહોંચ્યો છે, ત્યારે ખેતીના નુકશાનને લઈને તેની હત્યાની મંજૂરીનો નિર્ણય લેવાયો.