વડોદરામાં કેયૂર રોકડિયાનો વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયા બાદ તેમણે મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને નવા મેયર તરીકે નિલેશ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. મેયર કોને બનાવાશે તે અંગે વડોદરાના રાજકારણમાં વિવિધ નામોની ચર્ચાઓ ચાલતી હતી તેનો આખરે અંત આવી ગયો છે. જેમાં નિલેશ રાઠોડ પર કળશ ઢોળવામાં આવ્યો છે. તેમની કેયૂર રોકડિયાની બાકી રહેલી ટર્મના 6 મહિના મેયર તરીકેની જવાબદારી રહેશે.