યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાનાં રાજદૂત નિક્કી હેલીએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમનાં 'અંગત' સંબંધ હોવાની અફવાઓ અત્યંત ઘૃણાસ્પદ અને વાંધાજનક છે. હેલીએ જણાવ્યું હતું કે આ અફવાઓ સત્તામાં મજબૂત હોદ્દાઓ ધરાવતી મહિલાઓને નીચી દેખાડવા માટે ફેલાવવામાં આવે છે. 'ફાયર એન્ડ ફ્યુરી' પુસ્તકના લેખક માઇકલ વુલ્ફએ આ સંબંધો અંગે દાવો કર્યો હતો.