અમેરિકાની સેનેટે યુનાઈટેડ નેશન્સમાં આગામી રાજદૂત તરીકે નિક્કી હેલીનું નામ નક્કી કર્યું છે. હેલી અમેરિકાના કેબિનેટ રેન્ક પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય-અમેરિકન બની છે. તે ટૂંક સમયમાં શપથ લેશે. હેલી નિક્કી અમેરિકન સ્ટેટના ગવર્નર પણ રહી ચૂક્યા છે. અગાઉ ટ્રમ્પના ટીકાકાર રહેલા નિક્કીની નવેમ્બર મહિનામાં ટ્રમ્પ શાસનમાં સેવા માટે પસંદગી કરાઈ હતી.