Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના વધતાં કેસને જોતાં દેશના ઘણાં રાજ્યોમાં પ્રતિબંધોનો સિલસિલો શરુ થઈ ગયો છે. દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાગ્યા બાદ કર્ણાટક માં પણ વીકેન્ડ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક રાજ્યમાં નાઇટ કર્ફ્યુ પહેલાંથી જ લાગેલો છે. દિલ્હીમાં શનિવાર અને રવિવારે વીકેન્ડ કર્ફ્યુ રહેશે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ ડીડીએમએ ની બેઠક બાદ લોકોને અપીલ કરી છે કે જો અત્યંત જરૂરી કામ હોય, તો જ ઘરથી બહાર નીકળો. આવશ્યક સેવાઓ સિવાય તમામ સરકારી અધિકારી ઘરેથી કામ કરશે. ખાનગી સંસ્થાઓમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હી

દિલ્હીમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ કર્ફ્યુ. દરરોજ નાઇટ કર્ફ્યુ ઉપરાંત શનિવાર અને રવિવારે સંપૂર્ણ નાઇટ કરફ્યું, જે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 સુધી હશે.

દિલ્હીના લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા ફુલ કેપેસિટી સાથે બસો અને મેટ્રોને ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. પ્રાઈવેટ ઓફિસ 50% ક્ષમતા સાથે કામ કરશે, સરકારી ઓફિસોમાં જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ અધિકારી ઓનલાઈન કે વર્ક ફ્રોમ હોમ કરશે.

પબ, રેસ્ટોરન્ટ, બાર, હોટેલ, સિનેમા હોલ, થિએટર, ઓડિટોરિયમ 50% ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ

યુપીમાં નાઇટ કર્ફ્યુ હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

ધોરણ 10 સુધી રાજ્યની તમામ શાળાઓ બંધ રહેશે.

6 જાન્યુઆરીથી કોઈપણ કાર્યક્રમમાં 100થી વધુ લોકો સામેલ નહીં થાય. ભલે તે લગ્ન કેમ ન હોય. કોઈપણ ખુલ્લી જગ્યાએ 50 ટકાથી વધુ લોકો ન હોવા જોઈએ.

જીમ, સ્પા, સિનેમા હોલ, વેડિંગ હોલ, રેસ્ટોરન્ટ અને અન્ય જાહેર સ્થળો માત્ર 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

આ પણ વાંચો: બદલાતા હવામાનને કારણે બિહારમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, દિલ્હી કરતાં પણ વધુ ખરાબ આ શહેરની હવા

કર્ણાટક

રાજ્યમાં 7 જાન્યુઆરીથી વીકએન્ડ કર્ફ્યુ.

રાજ્યભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ.

બેંગલુરુમાં તમામ શાળાઓ, કોલેજો (મેડિકલ પેરા મેડિકલ કોલેજ સિવાય) બંધ રહેશે.

પબ, ક્લબ, રેસ્ટોરન્ટ, બાર, હોટેલમાં રેસ્ટોરન્ટ વગેરે માત્ર 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, ઓડિટોરિયમ વગેરે પણ ફક્ત 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.

આ પણ વાંચો: મણિપુરમાં PMએ કહ્યું- અમારી સરકારની 7 વર્ષોની મહેનત આખા નોર્થ ઈસ્ટમાં દેખાય છે

બિહાર

બિહારમાં 6 જાન્યુઆરીથી નાઇટ કર્ફ્યુ

6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી બિહારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે.

ધોરણ 8 સુધી શાળાઓ બંધ રહેશે.

સરકારી અને બિનસરકારી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે.

નવમા અને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાય છે.

લગ્ન સમારોહ અને શ્રાદ્ધ કાર્યક્રમોમાં વધુમાં વધુ 50 લોકોને મંજૂરી આપવામાં આવશે.

દુકાનો અને ખાનગી સંસ્થાઓ રાત્રે 8 વાગ્યા સુધી ખોલી શકાશે.

ધાર્મિક સ્થળો બંધ રહેશે. મોલ, સિનેમા, ક્લબ, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, જીમ, પાર્ક પણ 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે.

આ પણ વાંચો: દેશમાં Coronaની ત્રીજી લહેરની શરૂઆત, પરંતુ બીજી લહેર કરતાં ઓછી ઘાતક, જાણો નિષ્ણાતોનો મત

પંજાબ

બાર, સિનેમા હોલ, મોલ, રેસ્ટોરન્ટ, સ્પા, એસી બસો માત્ર 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. તમામ સ્ટાફ ફૂલી વેક્સીનેટેડ હોવો જોઈએ.

સ્વિમિંગ પૂલ અને જિમ બંધ.

કોઈપણ કાર્યાલયમાં માત્ર ફૂલી વેક્સીનેટેડ લોકોને આવવાની પરવાનગી.

બિનજરૂરી પ્રવૃત્તિઓ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. એટલે કે નાઇટ કર્ફ્યુ.

છત્તીસગઢ

નાઇટ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી.

રેલી, સમારોહ, રમતગમત જેવી કોઈપણ જાહેર સભા પર પ્રતિબંધ.

રેલવે સ્ટેશનો અને રાજ્યની સરહદો પર કોરોનાની તપાસ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ