ભારત સહિત વિશ્વભરના દેશોમાં નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચિંતાતુર બન્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં હાલ તો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી લહેરમાં ગુજરાતની જે પરિસ્થિતિ ઉદ્દભવી હતી તેને જોતા સરકાર હાલ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે નવા વેરિયન્ટને લઇને રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો ઉઠાવવા કે પછી યથાવત રાખવા તે અંગે સરકારે વિચારણા હાથ ધરી છે.આજે સાંજ સુધીમાં નવી માર્ગદર્શિકા જાહેર થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.